તહેવાર અને લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, દિલ્હીમાં રૂ.31,980
દુનિયાભરના બજારોમાં મળી રહેલા નકારાત્મક સંકેતો છતાં પણ ભારતમાં તહેવારો અને લગ્નસરાની સિઝનને પગલે સ્થાનિક બજારમાં ગુરૂવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, દિલ્હીમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.130નો વધારો થયો અને ભાવ રૂ.31,980 પર પહોંચી ગયો
નવી દિલ્હીઃ દુનિયાભરના બજારોમાં મળી રહેલા નકારાત્મક સંકેતો છતાં પણ ભારતમાં તહેવારો અને લગ્નસરાની સિઝનને પગલે સ્થાનિક બજારમાં ગુરૂવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, દિલ્હીમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.130નો વધારો થયો અને ભાવ રૂ.31,980 પર પહોંચી ગયો.
જોકે, ચાંદીના ભાવમાં નરમી જોવા મળી અને તે રૂ.200 તુટીને 39,000 પ્રતિ કિલો પર આવી ગઈ. સોના-ચાંદીના વેપારીઓએ જણાવ્યું કે, તહેવારો અને લગ્નસરાની સિઝનને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
ગઈકાલે 200નો ઘટાડો થયો હતો
ડોલરની સરખામણીએ રૂપિયો 74.50 પ્રતિ ડોલરના નિચલા સ્તરે જવાને કારણે સોનાની આયાત મોંઘી બની છે. આ કારણે પણ કિંમતી ધાતુને સમર્થન મળ્યું છે. રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ક્રમશઃ રૂ.130-130 ઘટીને રૂ.21,980 અને રૂ.31,830 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. બુધવારે સોનાના ભાવમાં રૂ.100નો ઘટાડો થયો હતો.
જોકે, 8 ગ્રામવાળી ગિન્નીનો ભાવ રૂ.24,600 પ્રતિ એકમ ટકી રહ્યો હતો.
વૈશ્વિક વેચવાલીને પગલે સેન્સેક્સમાં 759 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 10,250ની નજીક બંધ થયો
સામે પક્ષે ચાંદી હાજર રૂ.200 ઘટીને પ્રતિ કિલો રૂ.39,000 અને સાપ્તાહિત ડિલિવરી રૂ.180 વધીને રૂ.38,470 પ્રતિ કિલો રહી હતી.
ચાંદીનો સિક્કો લેવાલ અને વેચવાલ ક્રમશઃ રૂ.73,000 અને રૂ.74,000ના સ્તરે રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે સિંગાપોરમાં સોનું 0.15 ટકા ઘટીને 1,193.60 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ચાંદી 0.14 ટકા ઘટીને 14.34 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.