નવી દિલ્હી: સતત બીજા દિવસે સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે સરકી ચૂક્યો છે. સોનાના ભાવમાં આજે 700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ 1400 રૂપિયાથી વધુ ઘટીને 67 હજાર પ્રતિ કિલોની નીચે આવી ગયો છે. બે દિવસમાં સોના 1600 રૂપિયાથી વધુ સસ્તું થયું છે. તો બીજી તરફ ચાંદીમાં લગભગ 300 રૂપિયા સસ્તી થઇ છે. વિદેશી બજારોમાં પણ સોનું 2000 ડોલરની નીચે આવી ગયું છે, કોમેક્સ પર સોનું 1950 ડોલર પ્રતિ ઔંસ સુધી સરક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોની બજારમાં સોના-ચાંદીનો ભાવ
IBJA ની વેબસાઇટના અનુસાર આજે સોની બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 52528 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે, જોકે ગઇકાલે 53394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, એટલે કે આજે સોનું ગઇકાલ કરતાં 866 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આ પ્રકારે ચાંદીનો સોની બજારમાં ભાવ 66448 છે, જોકે ગઇકાલે 67135 રૂપિયા પ્રતિ કિલો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube