બે દિવસના ઘટાડા બાદ સોનું, ચાંદી ફરી થયું મોંઘું, જાણો તમારા શહેરનો ભાવ
બે દિવસના ઘટાડા બાદ સોના અને ચાંદી (Gold and silver)ના ભાવ ફરી એકવાર વધી ગયા છે. શુક્રવારે MCX પર સોનું ડિસેમ્બર વાયદા 418 રૂપિયા વધીને 50,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
નવી દિલ્હી: બે દિવસના ઘટાડા બાદ સોના અને ચાંદી (Gold and silver)ના ભાવ ફરી એકવાર વધી ગયા છે. શુક્રવારે MCX પર સોનું ડિસેમ્બર વાયદા 418 રૂપિયા વધીને 50,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જોકે દિવ્સના ઉપરી સ્તરો પરથી આ 170 રૂપિયા નીચે જ બંધ થયું છે. ગુરૂવારે સોનું 50282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે સોનું પોતાના ઉચ્ચતમ સ્તર પરથી હજુપણ લગભગ 600 રૂપિયા સસ્તું છે.
ચાંદીની વાત કરીએ તો શુક્રવારે તેમાં જોરદાર તેજી રહી. ચાંદીના ડિસેમ્બર વાયદા 748 રૂપિયા વધીને 60920 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. જોકે ઇંટ્રા ડેમાં ચાંદીનો ભાવ 61326 રૂપિયા સુધી પણ પહોંચ્યો હતો.
સોની બજારમાં સોનું
દિલ્હીના સોની બજારમાં સોનું 50,812 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. તેના ગત સપ્તાહે કારોબારી સત્રમાં સોનું 50,544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝે જાણકારી આપી હતી કે ખરીદારી વધતાં ચાંદીના ભાવ પણ 1623 રૂપિયા ઉછળ્યા. તેનો ભાવ 60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો. ગત કારોબારી સત્રમાં તેનો બંધ ભાવ 59,077 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તેજી સાથે 1873 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતો જોવા મળ્યો, જ્યારે ચાંદી 23.32 ડોલર પ્રતિ ઔંસ પર ફ્લેટ રહી.
આ કારણે વધ્યો ભાવ
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે 'ડોલરમાં ઘટાડા અને અમેરિકા પ્રોત્સાહન પેકેજમાં મોડું થવાથી સોનાના ભાવમાં તેજી આવી.
તમારા શહેરમાં સોનાનો ભાવ | |
24 કેરેટ સોનું | સોનું (રૂપિયા પ્રતિ 10 ગ્રામ) |
શહેર | |
મુંબઇ | 50890 |
બેંગલુરૂ | 51640 |
હૈદ્રાબાદ | 51650 |
ચેન્નઇ | 51640 |
કલકત્તા | 52450 |
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube