VIDEO: સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકોને લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 181ના દર્દનાક મોત
દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 181 લોકોનાં દર્દનાક મોત થયાં. રોયટર્સ અનુસાર આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એર લાઈનનું વિમાન 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Trending Photos
દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 181 લોકોનાં મોત થયાં હતાં. રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના એ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
⚡️DRAMATIC moment South Korean plane with reported 180+ passengers becomes a fireball and crashes at airport CAUGHT on cam pic.twitter.com/VdrdavEXgT
— RT (@RT_com) December 29, 2024
દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્લેન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી ફેન્સિંગ સાથે અથડાય છે. ટક્કર બાદ પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને તેના પાંખિયા તૂટી જાય છે. ટક્કર બાદ તરત જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે.
યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.
Sad news from South Korea on Sunday morning. A major accident occurred when a plane Boeing 737-800 skidded on the runway in which 28 passengers died.
This time in Jeju, South Korea.
Popular vacation destination.
More than 180 souls on board Jeju Air flight which crashed. pic.twitter.com/zuJnmKiGoD
— Rocky Bhai 🚨 (@Iambakshi) December 29, 2024
હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે