6 મહિના સોનાની કિંમતમાં લાગશે આગ, ભવિષ્યને લઇને આ છે આશા
કોરોના વાયરસ કાળ અને વર્ષ 2020ની શરૂઆત 6 મહિનામાં સોનાની કિંમતોમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી રોકાણકારો માટે સોનામાં રોકાણ ખૂબ સારું ગણવામાં આવી રહ્યું છે. કારણ કે શેર બજારના મુકાબલાથી વધુ રિટર્ન આપી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ કાળ અને વર્ષ 2020ની શરૂઆત 6 મહિનામાં સોનાની કિંમતોમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી રોકાણકારો માટે સોનામાં રોકાણ ખૂબ સારું ગણવામાં આવી રહ્યું છે. કારણ કે શેર બજારના મુકાબલાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. જોકે હવે કોરોના વાયરસને વેક્સીન આવતાં સોનાની કિંમતો પર અસર જોવા મળી શકે છે. અત્યારે આગળ પણ સોનામાં રોકાણને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
બાકી બચેલા છ મહિનામાં રહેશે આ સ્થિતિ
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.comના અનુસાર બુલિયન એક્સપર્ટને આશા છે કે આગામી છ મહિનામાં પણ સોનાના ભાવમાં વધારો થઇ શકે છે. આમ એટલા કારણ કે કોરોના વાયરસનો ભય લોકોમાં રહેવાનો છે. એવામાં રોકાણકારોનો વિશ્વાસ ફક્ત સોના પર છે.
એંજલ બ્રોકિંગ એવીપી પાર્થમેશ માલ્યાએ કહ્યું કે સોનાની કિંમતે 2020ના શરૂઆતી 6 મહિનામાં ખૂબ તેજી પકડી છે. અમેરિકી ડોલર અને કોરોના વાયરસના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. જોકે અર્થવ્યવસ્થાના V, U અથવા પછી W આકારમાં રિકવરી લેવાની સંભાવના છે. જોકે આઇએમએફએ પહેલાં જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.9 ટકાની સંકુચન આવી શકે છે.
50 હજારને પાર પહોંચ્યો સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં બહુમૂલ્ય ધાતુઓની વૈશ્વિક કિંમતોમાં તેજી બાદ બુધવારના રોજ દિલ્હીના સોની બજારમાં સોનું 244 રૂપિયાની તેજી સાથે 50,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. મંગળવારે સોનું 49,986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીને પણ લેવાવલીનું સમર્થન મળ્યું અને તેની કિંમત 673 રૂપિયાની તેજી દર્શાતી 54,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ. મંગળવારે તેનો બંધ ભાવ 53,527 રૂપિયા હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો લાભ દર્શાવતા 1813 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના લાભ સાથે 19.35 પ્રતિ ઔંસ થઇ ગયો. એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જીંસ) તપન પટેલે કહ્યું કે 'અમેરિકા અને ચીનના સંબંધો બગડવાના કારણે મંગળવારથી સોનાની લેવાલીમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે. કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે પણ સોનાની કિંમતોમાં આવેલી તેજીને સમર્થન મળ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube