સોનાની કિંમતમાં ફરી જોવા મળ્યો ઉછાળો, શું તમારે કરવું જોઇએ રોકાણ?
સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર મંગળવારે સોનાની કિંમતોમાં પ્રતિ ગ્રામ 10 125 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર મંગળવારે સોનાની કિંમતોમાં પ્રતિ ગ્રામ 10 125 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમતો વધવાના ઘણા મુખ્ય કારણ છે જેમ કે ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઇ, યૂએસ-ચીન વચ્ચે વેપાર યુદ્ધને લઇને કોઇપણ પ્રકારનું પરિણામ નહી અને વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા સતત નબળી હોવી.
એવામાં સોનાની કિંમત આગામી દિવસોમાં 46,300થી માંડીને 46,400 રૂપિયાના સ્તર પર જઇ શકે છે. હવે આ સ્થિતિમાં તમારે પણ સોનું ખરીદવું જોઇએ. એક્સપર્ટનું માનીએ તો તેમણે આ મહામારીના દૌરમાં પણ સોનાની ખરીદી મુદ્દે પોતાની હા કહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં 1700 ડોલરને પાર
તો બીજી તરફ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસની કિંમત 1700 ડોલરને પાર જઇ ચૂકી છે. એંજલ બ્રોકિંગ ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ-કોમોડિટી એન્ડ કરન્સી અનુજ ગુપ્તાએ કહ્યું કે ન્યૂયોર્કમાં સોનાની કિંમત આગામી દિવસોમાં 1710 થી 1715 ડોલર પ્રતિ ઔંસ સુધી જઇ શકે છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી શકે છે અને આ 44,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરને પાર કરી શકે છે. સોનાની કિંમત હાલ એક મહિનામાં 47 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકાય છે. હાલ અમે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે ભાવમાં વધારો થવાની સંભાવના છે.
રૂપિયામાં આવી શકે છે મજબૂતી
ગુપ્તાનું માનીએ તો આગામી દિવસોમાં ડોલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે. આજે શરૂઆતમાં રૂપિયો 75.55ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. હાલ રૂપિયામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે અને આ 75થી માંડીને 74.80ના સ્તર પર આવી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube