Gold Silver Price : સોના-ચાંદીમાં કડાકો, છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો
રશિયાના યુક્રેન પર હુમલા બાદ એક દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ભાવમાં તેજી થોડા કલાકોમાં જ તળિયે પર આવી ગઈ હતી. શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં બંને કીમતી ધાતુઓના દરમાં આ સૌથી મોટો ઘટાડો છે.
નવી દિલ્હી: Gold Price in Delhi : રશિયાના યુક્રેન પર હુમલા બાદ એક દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ભાવમાં તેજી થોડા કલાકોમાં જ તળિયે પર આવી ગઈ હતી. શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં બંને કીમતી ધાતુઓના દરમાં આ સૌથી મોટો ઘટાડો છે.
10 ગ્રામમાં 1873 રૂપિયાનો ઘટાડો
બીજી તરફ શુક્રવારે શેરબજાર પણ સાત દિવસની મંદીમાંથી બહાર આવીને લીલા નિશાન સાથે બંધ થયું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર શુક્રવારે સોનું 1873 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને 50667 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ પહેલા ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 52540 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
ચાંદીમાં લગભગ 3 હજારનો ઘટાડો
આ પ્રકારે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.2,975નો મોટો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ચાંદીનો ભાવ રૂ.65174 પર બંધ થયો હતો. આ પહેલા ગુરુવારે ચાંદી 68149 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. છેલ્લા એક વર્ષમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો હોવાનું પણ કહેવાય છે. શુક્રવારે પણ ડોલર સામે રૂપિયો 34 પૈસા મજબૂત થયો હતો.
રશિયાના કબજા બાદ ન્યૂક્લિયર પ્લાન્ટમાં 100 ગણું વધ્યું રેડિએશન, ખતમ થઇ શકે છે મોટી વસ્તી!
સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી
- 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
- 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
- 21 કેરેટ સોનાની ઓળખ 875 લખેલું હોય છે.
- 18 કેરેટના દાગીના પર 750 લખેલું હોય છે.
- 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલું હોય છે.
આ રીતે જાણો સોના-ચાંદીના ભાવ
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર કિંમત તપાસવી જ જોઈએ. રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ પછી તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube