Gold Rate: છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યા બાદ ભાવ ગગડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી આ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું 74,367 રૂપિયાથી તૂટીને હવે 71,500 રૂપિયા નજીક પહોંચી ચૂક્યું છે. સોનાના ભાવમાં આ ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20મી મે 2024ના રોજ સિલ્વરે પોતાના ઓલ ટાઈમ હાઈ ભાવને સ્પર્શ કર્યો હતો. ચાંદીનો ભાવ તે વખતે 95,267 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે તેના ભાવમાં 600 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો. એક કિલો સોનું 5 જૂન વાયદા માટે MCX પર 91,045 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. આવામાં જોઈએ તો ચાંદી  છેલ્લા 4 દિવસમાં 4,222 રૂપિયા જેટલી સસ્તી થઈ છે. 


સોનું આટલું સસ્તું થયું
MCX પર સોનું 5 જૂન વાયદા માટે 71,526 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે 20મી મેના રોજ સોનાનો ભાવ 74,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જે ઘટીને હવે 71,526 રૂપિયા પર પહોંચ્યો છે. આવામાં ચાર દિવસમાં સોનામાં 2,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. 


કાલે જોવા મળ્યો હતો આટલો ઘટાડો
ગુરુવારે સોના અને ચાંદીના  ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 22મી મેના રોજ ગોલ્ડનો ભાવ 73,046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે 23મી મે એટલે કે કાલે ઘટીને 71,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. આવામાં ગઈ કાલે ગોલ્ડના ભાવમાં 1,469 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો ચાંદી 22 મેના રોજ 93,013 રૂપિયા પ્રતિ કિલો હતી અને 23મી મેને રોજ ઘટીને 90,437 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. આવામાં  ચાંદીના ભાવમાં કાલે 2,576 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 



શરાફા બજારમાં આજે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 874 રૂપિયાના ઘટાડા સાથે 71,952 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં 76 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 72,028 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. ચાંદીમાં પણ આજે ઓપનિંગ રેટમાં 358 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 89,697 રૂપિયાના સ્તરે પહોંચ્યો જ્યારે ક્લોઝિંગ રેટમાં 65 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 89,762 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube