સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે સોનાના ભાવમાં વધારો સ્વભાવિક છે પરંતુ બીજી ધાતુઓ પણ ઈન્ડસ્ટ્રીઝ માટે એટલી જ ઉપયોગ છે અને તેમાં રોકાણથી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. તેમણે આવનારા સમયમાં આ મેટલ્સના ટેક્નિકના ઉપયોગ ઉપર પણ ભાર મૂક્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની જેમ આ ધાતુઓ પણ ઉપયોગી
સોનાના ભાવ સાથે જ વધતી માંગણીનો ઉલ્લેખ કરતા અનિલ અગ્રવાલે પોાતના અનુભવો વિશે પોસ્ટ દ્વારા જણાવ્યું. અબજપતિ ઉદ્યોગપતિએ  કહ્યું કે મે ઉદ્યોગપતિઓને સોના તરફ ભાગતા જોયા છે. પરંતુ મારા હિસાબે તાંબુ, ચાંદી, ઝિંક સહિત એલ્યુમિનિયમ જેવી જેટલી પણ બીજી મેટલ્સ છે, તે ન તો ફક્ત પર્યાવરણ અનુકૂળ છે પરંતુ આ બધાને રિસાઈકલ કર્યા બાદ ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાય છે અને આ મોટું કારણ છે કે માર્કેટમાં તેમની માંગણી પણ સતત વધી રહી છે. આવામાં ડિમાન્ડમાં વધારો તેમાં રોકાણ કરનારાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


ઝડપથી વધી રહી છે ગ્રીન મેટલ્સની ડિમાન્ડ
અનિલ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ તમામ ગ્રીન મેટલ્સની માંગણીમાં આપૂર્તિની સરખામણીએ ડબલ અંકમાં વધારો જોવા મળ્યો છે. ભારત જે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને પોતાની મેન્યુફેક્ચરીંગ ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યો છે. હવે દેશે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણા બધા મહત્વપૂર્ણ મેટર્સમાં પણ આત્મનિર્ભર છીએ અને આ નવા યુગની ટેક્નોલોજીસ માટે મહત્વનું છે, પછી ભલે તે એનર્જી ટ્રાનઝિશન (સોલર, પીવી સેલ, બેટરી, ઈવી) સંલગ્ન હોય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત ટેક્નોલોજી સાથે જોડાયેલી હોય. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube