ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Gujarat Built Largest Lion-Shaped Temple : વિશ્વનું સૌપ્રથમ સિંહ આકારનું મંદિર નળસરોવરમાં બનશે. અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર થશે સિંહ આકારનું મંદિર. નળસરોવરમાં નિર્માણ પામશે સિંહ આકારનું ભવ્ય મંદિર. અંદાજિત 100 લોકોને રેહવાની સગવડ ઉપલબ્ધ, દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજનની પ્રસાદીનો લાભ પણ લઈ શક્શે
Trending Photos
Gujarat Temples : ગુજરાત એ ધર્મ નગરી છે. અહીં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ડાકોર મંદિર જેવા તીર્થ સ્થળો આવેલા છે. જ્યાં બારેમાસ ભક્તો જોવા મળે છે. ત્યારે આ ધર્મ નગરીમાં એક અનોખું મંદિર બનવા જઈ રહ્યું છે. દુનિયામાં ક્યાંય ન હોય એવુ સિંહ આકારનું માતાજીનું મંદિર ગુજરાતના સાણંદ તાલુકામાં બનવા જઈ રહ્યું છે. 17 નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિ પૂજન થશે. આ મંદિર સિંહના આકૃતિમાં ડિઝાઈન કરેલુ છે. ખાસ વાત એ છે કે, આ મંદિર માટે પાકિસ્તાનના મંદિરથી માતાજીની જ્યોત આવશે.
સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલિયા ગામમાં દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકશે. મંદિરની વિશેષતાઓએ છે, મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે. આ મંદિર ગુજરાતના ભક્તો માટે એક અનોખું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે. જે દેશની વિરાસત અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.
મંદિરની ખાસિયત
- મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે
- મંદિરમાં 21 ફૂટની માતાજીની ભવ્ય મૂર્તિ મૂકાશે
- મંદિર માટે પાકિસ્તાનના હિંગળાજ માતા શક્તિપીઠમાંથી જ્યોત લાવવામાં આવશે
- મંદિરમાં પ્રવેશદ્વારની જગ્યાએ 355 ફૂટ લાંબા ત્રિશૂળ આકારના આશ્રમમાંથી પ્રવેશ થશે
- ભક્તો એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરી શકશે
- મંદિર માટે ઔરંગાબાદથી પથ્થરો મંગાવાશે
- મંદિરમાં એકસાથે 500 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે
- મંદિર પરિસરમાં ધ્યાન કેન્દ્ર, જળપાન અને વિશ્રામ ગૃહ જેવી સુવિધા હશે
પાકિસ્તાનથી જ્યોત આવશે
મંદિર દ્વારા માહિતી આપવામાં આવી કે, આ મંદિરમાં દેશભરના 45 શક્તિપીઠ અને બીજા દેશોમાં આવેલા 6 શક્તિપીઠમાંથી 3 મહિનાની અંદર જ્યોત એકત્રિત કરવામા આવશે. આ માટે સંસ્થાના 4 સદસ્યો પાકિસ્તાન જઈને હિંગળાજ માતા શક્તિપીઠમાં જશે અને ત્યાંથી પણ જ્યોત લઈને આવશે. આ પહેલું એવું મંદિર છે, જ્યાં 500 લોકોની વ્યવસ્થા હશે.
મંદિર દ્વારા દીકરીઓ માટે અનોખી પહેલ
મંદિરના નિર્માણ પહેલા મંદિર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. મંદિરના વડાના જણાવ્યા અનુસાર, 1 મહિનાના ટૂંકા ગાળામાં 15 ગામોની 201 અનાથ અથવા જરૂરિયાતમંદ છોકરીઓને દત્તક લેવામાં આવશે. આ ગામો નળ તળાવની આસપાસ હશે. આ બેઘર દીકરીઓ માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતા દુર્ગા એ સ્ત્રી શક્તિનું પ્રતીક છે, તેથી એક સાથે આટલી મોટી સંખ્યામાં દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે