Latest Gold Rate: ચાંદી તો સસ્તી થઈ પણ સોનું ઉછળ્યું...જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
ભારતીય શરાફા બજારમાં આજે 16 માર્ચના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો. પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે.
ભારતીય શરાફા બજારમાં આજે 16 માર્ચના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો. પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે. જોકે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સોનું 58500 અને ચાંદી 71000ની સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સોનામાં 3000 રૂપિયા સુધીથી વધુનો અને ચાંદીમાં લગભગ 8000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. હવે એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે.
આજના સોના ચાંદીના ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 999 ટચનું 10 ગ્રામ સોનું 213 રૂપિયાના વધારા સાથે 58115ની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 995 ટચનું સોનું 211 રૂપિયાના વધારા સાથે 57882ની સપાટીએ જોવા મળ્યું. 916 પ્યોરિટીવાળું સોનું 195 રૂપિયાની તેજી સાથે 53233ની સપાટીએ જોવા મળ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 43586ની સપાટીએ અને 585 ટચનું સોનું 10 ગ્રામે 33997 રૂપિયાના ભાવે જોવા મળ્યું. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક કિલોએ 361 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 66500 પર પહોંચ્યા છે.
65,000 પહોંચવાનું અનુમાન
વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ દિવાળી સુધીમાં સોનું અને ચાંદી જબરદસ્ત ઉચકાઈ શકે છે. એક્સપર્ટે સોનાના ભાવ 65000 રૂપિયા અને ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તાજેતરમાં 58500 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચનારું સોનું ફરીથી ચડીને 58000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં જો કે હાલ તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
આ 'પૈસાના ઝાડ'ને લગાવો અને કરો 50 લાખ રૂપિયા સુધીની મબલક કમાણી
ટોલ પ્લાઝા પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો ટોલ ટેક્સમાં મળે મુક્તિ, જાણો નિયમ
Indian Railways: આ લોકોને ભાડામાં મળશે 40થી 50 ટકાની રાહત, સંસદમાં થયો મોટો ખુલાસો
MCX માં કડાકો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગુરુવારે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો. હાલમાં 58000 રૂપિયાની પાર જતું સોનું ગુરુવારે 361 રૂપિયાના ઘટાડા સાથે 57975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી હાલમાં 71000ને પાર ગઈ હતી. ગુરુવારે તે 598 રૂપિયા તૂટીને 66701 રૂપિયા પર ટ્રેડ થતી જોવા મળી.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube