Gold Rate: કડાકા પર બ્રેક! સોનું લેવું એ ક્યાંક સપનું ન બની જાય, જાણો ભાવ કેટલે પહોંચ્યા
લગ્નગાળામાં જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તો એકાએક વધારો જોવા મળ્યો છે.
લગ્નગાળામાં જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તો એકાએક વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ જે 62500 રૂપિયા હતો તે હવે વધીને 64700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સોનામાં આ ઉછાળાની અસર હવે બજાર ઉપર પણ પડી રહી છે. બજારમાં સતત 300થી લઈને 700 રૂપિયા સુધીની વધઘટ જોવા મળતા ખરીદી પર અસર જોવા મળી છે. ગોલ્ડની ખરીદી ઉપર તો જાણી હવે બ્રેક જ લાગી ગઈ છે.
લગ્ન સીઝનમાં એકંદરે ઘરાકી સારી જોવા મળી
લગ્ન સીઝનમાં ગ્રાહકો જૂના દાગીના આપીને નવા દાગીના લેવા માટે શોરૂમમાં ઉમટી પડેલા જોવા મળ્યા. આમ જોઈએ તો એકદંરે ઘરાકી સારી જોવા મળી. પરંતુ જેમ જેમ લગ્નગાળો પૂરો થવા આવતા સુધીમાં તો જાણે ઘરાકી પર બ્રેક લાગી ગઈ છે. બીજી બાજુ જોઈએ તો સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. દાગીનાની સાથે સાથે સોનાના સિક્કા પણ ડિમાન્ડમાં રહે છે. કારણ કે મોટા ઘરોમાં લગ્ન વખતે કંકોત્રીની સાથે સોનાનો સિક્કો પણ આપતા હોય છે.
ચાંદીના ભાવમાં પણ વધઘટ
ચાંદીમાં પણ લગ્નગાળામાં સતત અપડાઉન જોવા મળ્યું. ગોલ્ડની જેમ ચાંદીમાં પણ ભાવ વધી રહ્યા છે. સતત 300થી 1000 રૂપિયા સુધીની વધઘટ જોવા મળી છે. હાલ ચાંદીનો ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ પહોંચ્યો છે. જો કે આમ છતાં ચાંદીમાં પણ સારી એવી ખરીદી જોવા મળી. ચાંદીનો મોટાભાગે ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ વધુ છે. જેમ કે ચાંદીના વાસણો, ફર્નિચર બનતું હોય છે. એટલે ચાંદી પણ ડિમાન્ડમાં છે.
સરવાળે આગામી સમયની વાત કરીએ તો સોના અને ચાંદી લેવાની ઈચ્છા ધરાવતા લોકો માટે એ જાણવું જરૂરી છે કે માર્કેટ સૂત્રોનું એવું કહેવું છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube