નવી દિલ્હીઃ Gold Rate in 2024: વર્ષ 2023માં સોનાની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી હતી. સોનું પોતાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. વર્તમાનમાં સોનાની કિંમત 63060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો 4 ડિસેમ્બરે સોનું વર્ષ 2023ના ઓલ ટાઈમ હાઈ 64063 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. સોનાએ વર્ષ 2023માં 15 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. સોનામાં જારી આ તેજી વર્ષ 2024માં પણ યથાવત રહેવાની આશા છે. બજાર નિષ્ણાંતો પ્રમાણે વર્ષ 2024માં સોનાની કિંમત 70000 રૂપિયાને પાર પહોંચી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024માં સોનાની કિંમત
બજાર જાણકારો પ્રમાણે વર્ષ 2024માં સોનાની તેજી યથાવત રહેશે.  રૂપિયાની સ્થિરતા, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને ધીમી વૈશ્વિક આર્થિક વૃદ્ધિની અસર સોના પર જોવા મળશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં નરમાઈના સંકેતો અને ફુગાવામાં ઘટાડાના સંકેતો સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરો યથાવત રાખ્યા છે. તે જ સમયે, મોંઘવારી દરમાં ઘટાડો એ સંકેત આપી રહ્યો છે કે આરબીઆઈ આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની ભેટ આપી શકે છે. આ સંકેતો વચ્ચે સોનાના ભાવમાં વધારાની આશા અકબંધ છે. આ ફેરફારો યુએસ બોન્ડ યીલ્ડમાં વધુ ઘટાડાનું કારણ બનશે, જે સોનાને મજબૂત બનાવી શકે છે.


આ પણ વાંચોઃ એક વર્ષમાં ત્રણ ગણા વધ્યા ઈન્વેસ્ટરોના પૈસા, આ કંપનીના શેરમાં જોરદાર તેજી


વૈશ્વિક તણાવની અસર
રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગની સાથે-સાથે વૈશ્વિક અર્થતંત્ર પર વધતા દબાવને કારણે એશિયામાં સોનાની કિંમતમાં તેજીના સંકેત મળી રહ્યાં છે. તો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)પ્રમાણે પ્રમુખ કેન્દ્રીય બેન્કો તરફથી વ્યાજદરોમાં સતત વધારાને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ ધીમો પડવાની સંભાવના છે. તેવામાં હંમેશાથી સુરક્ષિત રોકાણ મનાતા સોના તરફ ઈન્વેસ્ટરોનું આકર્ષણ વધી જાય છે. યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનું સેફ હેવન એસેટમાં મજબૂતી લાવશે. બજાર જાણકારો પ્રમાણે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2400 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી શકે છે. તો ઘરેલૂ બજારમાં સોનાની કિંમત 70000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube