નવી દિલ્હી :  વૈશ્વિક માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે સોનાની વાયદા કિંમત 62 રૂ. ઘટીને 31, 321 રૂ. પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. જોકે અખાત્રીજના પ્રસંગે થયેલી ખરીદીના સંકેતોને કારણે આ ઘટાડા પર બ્રેક લાગી ગઈ છે. આજે ચેન્નાઇમાં સોનાની કિંમત 29,920 રૂ. પ્રતિ 10 ગ્રામ રહી. સિંગાપોરમાં આજે સોનાનો ભાવ 0.33% ઘટીને 1,342.70 ડોલર પ્રતિ ઓંસ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘું થવાની હતી આશંકા
સોનાના માર્કેટમાં અખાત્રીજ પહેલાં તેજી જોવા મળી હતી. દિલ્હીમાં સોનાની કિંમત 32225 રૂ. પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ  હતી. ડિમાન્ડ વધવાને કારણે અખાત્રીજે આ કિંમતમાં 900 રૂ.નો વધારો થવાની ધારણા હતી. જાણકારોનું કહેવું છે કે સોનાની કિંમત 33000 રૂ. પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે. ડિમાન્ડ વધવાને કારણે ગયા અઠવાડિયે સોનાની કિંમત માત્ર 5 દિવસમાં 625 રૂ. પ્રતિ 10 ગ્રામ વધીને 32100 રૂ. થઈ ગઈ હતી. 


ગુજરાતમાં માથું ફરી જાય એવી ગરમી, 'આ' વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત


શું કામ ખરીદવું જોઈએ સોનું?
હાલની વૈશ્વિક પરિસ્થિતિનું આકલન કરીએ તો કાચા તેલની વધતી કિંમત, અમેરિકા અને ચીન વચ્ચેના શીતયુદ્ધ તેમજ સીરિયા પરના રાસાયણિક હુમલા પછી અમેરિકાના સહયોગી દેશોની પ્રતિક્રિયાથી જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ જોઈને લાગે છે કે સોનાની ખરીદી એક સારો વિકલ્પ છે.  માર્કેટ એક્સપર્ટ પણ સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે.