Gold Rate Today: સોનામાં અચાનક આગ ઝરતી તેજી, જાણો કેમ વધી રહ્યા છે સોનાના ભાવ અને લેટેસ્ટ રેટ
Gold And Silver Rate: આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ 7 ડોલર વધ્યો છે. તેનો ભાવ 1943 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને કોમેક્સ પર ચાંદીનો ભાવ 23.42 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.
Gold Rate on 12th July: સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજાર એટલે કે MCX પર સોનું 137 રૂપિયા મોંઘુ થયું છે તથા 10 ગ્રામ સોનાનો ભાવ 58910 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે વાયદા બજારમાં ચાંદી પણ 300 રૂપિયા મોંઘી થઈ છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવમાં તેજીનો માહોલ છે.
શરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 21 રૂપિયાના વધારા સાથે 58887 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ગઈ કાલે 153 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ શરાફા બજારમાં બંધ થયો હતો. 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 20 રૂપિયાના વધારા સાથે 53941 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ પ્રતિ કિલો 52 રૂપિયાના વધારા સાથે 70880 રૂપિયાના સ્તરે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ 7 ડોલર વધ્યો છે. તેનો ભાવ 1943 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને કોમેક્સ પર ચાંદીનો ભાવ 23.42 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.
સોના ચાંદીમાં તેજીનું કારણ
ઘરેલુ અને વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી માટે અનેક ટ્રિગર્સ છે. સૌથી પહેલા તો આજે આવનારા રિટેલ મોંઘવારીના આંકડા છે. રિટેલ મોંઘવારીના આંકડા આજે બહાર પડશે. તે પહેલા બોન્ડ યીલ્ડ અને ડોલર પર દબાણ જોવા મળ્યું છે. તેનાથી બુલિયન માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે.
એક્સપર્ટનો દ્રષ્ટિકોણ
પૃશ્વી ફિનમાર્ટના મનોજકુમારે જણાવ્યું કે સોના અને ચાંદીમાં આગળ પણ તેજી ચાલુ રહેશે. આથી બંને કોમોડિટિઝમાં ખરીદીની સલાહ છે. તેમણે કહ્યું કે MCX પર સોનાનો ભાવ 59100 રૂપિયા સુધી પહોંચી શકે છે. આથી 58400 રૂપિયાનો સ્ટોપલોસ રાખો. એ જ રીતે ચાંદીની કિંમત પણ 72200 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. આ માટે 70550 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
GST બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી તમને શું લાભ? કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થશે
ભારતીયોને સસ્તામાં મળશે iPhone 15, એપલ સાથે ટાટા ગૃપની ડીલ થવાથી ભારતને થશે ફાયદો
RBIની કડક કાર્યવાહી, આ 4 બેંકોના લાયસન્સ રદ; ગ્રાહકોના પૈસાનું શું થશે?
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube