iPhone 15: ભારતીયોને સસ્તામાં મળશે iPhone 15, એપલ સાથે ટાટા ગૃપની ડીલ થવાથી ભારતને થશે મોટો ફાયદો

iPhone 15: ટાટા ગૃપની વિસ્ટ્રોન ફેક્ટ્રીના અધિગ્રહણથી આ ડીલને મંજૂરી મળવાની સંભાવના છે. આ ફેક્ટ્રી કર્ણાટકમાં આવેલી છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 600 મિલિયન ડોલરની થઈ શકે છે. આ ડીલની ચર્ચા 1 વર્ષથી ચાલે છે. આ ફેક્ટ્રી આઈફોન 14 મોડલના મેનુફેક્ચરિંગ માટે ઉપયોગમાં આવતી હતી. 

iPhone 15: ભારતીયોને સસ્તામાં મળશે iPhone 15, એપલ સાથે ટાટા ગૃપની ડીલ થવાથી ભારતને થશે મોટો ફાયદો

iPhone 15: ટાટા ગૃપ અને એપલ કંપની વચ્ચે પાર્ટનરશિપ થવા જઈ રહી છે. આ અંગે મળતી જાણકારી અનુસાર એપલ અને ટાટા ગૃપની ડીલને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. આ ડીલ ઓગસ્ટ 2023 સુધીમાં ફાઈનલ થઈ જશે. આ ડીલ થયા બાદ ટાટા પહેલી કંપની બનશે જેને આઈફોનનું નિર્માણ કરવાની પરવાનગી હશે. આ ડીલથી ભારતીયોને પણ ફાયદો થશે.

આ પણ વાંચો:

ટાટા ગૃપની વિસ્ટ્રોન ફેક્ટ્રીના અધિગ્રહણથી આ ડીલને મંજૂરી મળવાની સંભાવના છે. આ ફેક્ટ્રી કર્ણાટકમાં આવેલી છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 600 મિલિયન ડોલરની થઈ શકે છે. આ ડીલની ચર્ચા 1 વર્ષથી ચાલે છે. આ ફેક્ટ્રી આઈફોન 14 મોડલના મેનુફેક્ચરિંગ માટે ઉપયોગમાં આવતી હતી. આ ફૈક્ટ્રીમાં લગભગ 10,000 થી વધુ લોકો કામ કરે છે. 

રિપોર્ટ અનુસાર માર્ચ 2024 સુધીમાં વિસ્ટ્રોન ફેક્ટ્રીમાંથી 1.8 બિલિયન ડોલર એપલ ફોન બનશે. ટાટા આ ફેક્ટ્રીમાં આઈફોન 15 બનાવશે. ટાટા ગૃપ તરફથી લોકોને વાયદો કરવામાં આવ્યો છે કે આ ડીલ ફાઈનલ થશે તો આગામી વર્ષ સુધીમાં ફેક્ટ્રીની વર્કફોર્સ ત્રણ ગણી વધારશે. જેનાથી ભારતમાં રોજગારી વધશે. સાથે જ આઈફોનનો ખર્ચ પણ ઘટશે જેના કારણે આવનારા સમયમાં આઈફોન સસ્તો થશે. 

મહત્વનું છે કે વિસ્ટ્રોનને એપલ સાથે કામ કરવામાં ઘણું નુકસાન થઈ રહ્યું છે.  એપલ આ કરાર અંતર્ગત ફોક્સફોન અને પેગાટ્રોનની સરખામણીમાં વધારે માર્જિન લઈ રહ્યું છે. જેના કારણે વિસ્ટ્રોનને પાછળ રહેવું પડે છે. જેના કારણે વિસ્ટ્રોન કંપની વેંચવા જઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news