Gold Rate Today: સોનું ખરીદવાની સોનેરી તક? જુઓ ક્યાં ભાવ ધડામ થયા અને ક્યાં ભાવ ચડ્યા, ચેક કરો લેટેસ્ટ રેટ
કિમતી ધાતુ સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ક્યાં ભાવ વધ્યા અને ક્યાં ભાવ ધડામ થયા તે જાણવા માટે ફટાફટ વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. જો કે રિટેલ ગ્રાહકો માટે સોનાના ભાવ સતત ચડી રહ્યા છે. શરાફા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવામાં જો તમારે તહેવારો પહેલા સોનું ખરીદવું હોય તો રેટ જાણી લેજો કારણ કે સોનું સતત મોંઘુ થઈ રહ્યું છે. શરાફા બજારથી ઉલટુ વાયદા બજારમાં સોનું ગગડેલું જોવા મળ્યું છે.
વાયદા બજારમાં ભાવ
MCX એટલે કે ભારતીય વાયદા બજારમાં આજે સોનું 116 રૂપિયાના ઘટાડા સાથે 70,583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જ્યારે કાલે તે 70,699 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 193 રૂપિયાની તેજી સાથે 81,242 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી. જે કાલે 81,049 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સામાન્ય ઉછાળા સાથે જોવા મળ્યું. 13 રૂપિયા ચડીને 70,457 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 70,444 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 38 રૂપિયા વધારો જોવા મળ્યો અને ભાવ 80,740 પર પહોંચ્યો જે કાલે 80,702 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
HDFC સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) સૌમિલ ગાંધીએ કહ્યું કે મંગળવારે સોનામાં તેજી જોવા મળી કારણ કે સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓની માંગણીએ કિમતી ધાતુની તેજીને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે આ સિવાય એ વાતની ચિંતા હતી કે ઈરાન આ અઠવાડિયાની શરૂઆતમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે જેનાથી સોનાના સુરક્ષિત રોકાણનું પ્રીમિયમ વધી ગયું છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.