Gold Rate Today 16 February 2024: સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો જેના પર આજે હવે બ્રેક લાગી ગઈ છે. દેશમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં આજે અચાનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં લગભગ 900 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે ભાવમાં વધારો થઈ ગયો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં આજે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 176 રૂપિયાનો વધારો થઈ ગયો છે અને ભાવ હાલ 61684 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 162 રૂપિયા વધીને 56503 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદી હાલ 733 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલો 70936 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 


સોનાના ભાવ આ કારણો પર નિર્ભર
સોનાની કિંમત મહદઅંશે બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો રેટ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત હોય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ડામાડોળ થાય તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાના ભાવ વધશે. 


સતત બે દિવસ ઘટ્યા હતા ભાવ
ગઈ કાલે 136 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને 10 ગ્રામ સોનું હાલ 61454 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 124 રૂપિયાના ઘટાડા સાથે 56292 રૂપિયાની સપાટીએ પહોંચ્યુ હતું. ચાંદીની વાત કરીએ પ્રતિ કિલો 741 રૂપિયાના વધારા સાથે ચાંદી 69891 રૂપિયાના સ્તરે જોવા મળી હતી. છેલ્લા બે દિવસમાં ભાવમાં 900 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


(Disclaimer: These are indicative prices collected from trusted source. People advised to check prices with their jeweller before acting on the information.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube