Gold Rate: બાપરે! સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના અને ચાંદીનાભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારોમાં બુલિયન માર્કેટમાં પણ સુસ્તી છે. આ અગાઉ ગત અઠવાડિયે સોના અને ચાંદીમાં રિકવરી જોવા મળી હતી.
Gold Rate Today: સોના અને ચાંદીનાભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારોમાં બુલિયન માર્કેટમાં પણ સુસ્તી છે. આ અગાઉ ગત અઠવાડિયે સોના અને ચાંદીમાં રિકવરી જોવા મળી હતી. US FED ના વ્યાજ દરો પર નિર્ણય, ડોલર ઈન્ડેક્સ, અને બોન્ડ યીલ્ડમાં એક્શનના પગલે બુલિયન માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 495 રૂપિયા ગગડીને 61872ના સ્તરે જતું રહ્યું જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 453 રૂપિયા તૂટીને 56675 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. ચાંદી પણ સસ્તી થઈ છે. જેમાં પ્રતિ કિલો 599 રૂપિયા ભાવ તૂટીને 73674 રૂપિયા પર જોવા મળી રહી છે.
MCX સોનું
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદીના ભામાં નરમી જોવા મળી છે. MCX પર સોનાનો ભાવ 200 રૂપિયા ગગડ્યા જેના પગલે 10 ગ્રામ સોનું 62000 ની નીચે આવી ગયું. ચાંદીનો ભાવ પણ 64 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહેલો જોવા મળ્યો. MCX પર ચાંદી 74500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલે ટ્રેડ થઈ રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સુસ્તી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2035 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં 2 ટકાની રિકવરી જોવા મળી. ચાંદીના ભાવમાં પણ હળવી તેજી નોંધાઈ હતી. કોમેક્સ પર ચાંદી 24.22 ડોલર પ્રતિ ઔંસ ટ્રેડ થઈ રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube