Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો મોટો કડાકો, ચાંદી પણ સસ્તી થઈ, લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ જાણો
Gold Rate Today: શરાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો...
Gold Rate 2 May 2024: ભારતીય વાયદા બજારમાં સવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો...
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે મામૂલી 40 રૂપિયાના ઘટાડા સાથે 71670 રૂપિયાના ભાવ પર ખુલ્યું. પરંતુ સાંજ પડતા જ સોનામાં વધુ ઘટાડો નોંધાયો અને ક્લોઝિંગ ભાવ 71327 રૂપિયા પર પહોંચી ગયો. દિવસ દરમિયાન સોનામાં કુલ 383 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ એટલે કે 22 કેરેટ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 36 રૂપિયા ઘટાડો જોવા મળ્યો અને ભાવ 65650 રૂપિયાના સ્તર પર પહોંચ્યો જ્યારે ક્લોઝિંગ રેટમાં ઘટાડો થતા ભાવ 65336 રૂપિયા પર પહોંચી ગયો. દિવસ દરમિયાન 350 રૂપિયા તૂટ્યા.
સોના કરતા ઉલ્ટું ચાંદીના ઓપનિંગ રેટમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. ચાંદીમાં પ્રતિ કિલો 69 રૂપિયા વધ્યા અને ભાવ આજે 80119 રૂપિયા જોવા મળ્યો. જો કે સાંજે ક્લોઝિંગ રેટ જાહેર થતા ચાંદી પણ તૂટી અને ભાવ 79719 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ. દિવસ દરમિયાન ચાંદીમાં પ્રતિ કિલો 331 રૂપિયાનો ઘટાડો થયો.
વાયદા બજારમાં ભાવ
જો કે વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો. ભારતીય વાયદા બજારમાં સોનું 400 રૂપિયા કરતા વધુ ઉછળ્યું. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો. MCX પર સોનું 71120 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. સવારે 10.20 વાગ્યાની આજુબાજુ સોનામાં લગભગ 400 રૂપિયાની તેજી જોવા મળી હતી અને 71118 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગત ક્લોઝિંગ 70725 રૂપિયા પર થયું હતું. ચાંદી પણ 175 રૂપિયાની તેજી સાથે 80045 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી. ચાંદી મંગળવારે 79870 રૂપિયા પર બંધ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube