મિડલ ઈસ્ટમાં તણાવથી સુરક્ષિત રોકાણમાં માંગણી વધી છે. આ કારણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છે. આ ઉપરાંત ફેડ મિનિટ્સમાં વ્યાજ દરોને ઓછા કરવા અંગેના પણ સંકેત મળ્યા છે. જે મુજબ દરોમાં કાપની ઉતાવળ નથી. MCX પર સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ રેટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીમાં મજબૂતી છે. MCX પર સોનાના  ભાવ 42 રૂપિયાની મજબૂતાઈ સાથે 62150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 135 રૂપિયા વધતા ભાવ પ્રતિ કિલો 70741 રૂપિયા થયો છે. 


શરાફા બજારમાં ભાવ
શરાફા બજારમાં જોકે સોનાના ભાવ સપાટ જોવા મળી રહ્યા છે. એટલે કે બહુ કોઈ ફેરફાર નથી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે માત્ર 1 રૂપિયાના ઘટાડા સાથે 62257 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. ગઈ કાલે સાંજે સોનાનો ભાવ 62258 રૂપિયા જોવા મળ્યો હતો. IBJA દ્વારા દિવસમાં બે વાર ભાવ જાહેર કરાય છે. જ્યારે ચાંદીનો ભાવ 398 રૂપિયા તૂટીને હાલ 70310 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યો છે. 


ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ
ઘરેલુ બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાના ભાવ વધ્યા છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2037 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 23 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો છે. 


સોના અને ચાંદીમાં તેજીનું કારણ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવથી સુરક્ષિત રોકાણની માંગણી વધી છે. જેના કારણે સોનામાં તેજી જોવા મળી છે. લાલ સાગરમાં હૂથી વિદ્રોહીઓના હુમલાથી ટેન્શન વધ્યું છે. જિયો પોલિટિકલ ટેન્શન અને આર્થિક ઉથલપાથલ વચ્ચે સોનાની માંગણી વધવાથી ભાવને સપોર્ટ મળ્યો છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube