ધનતેરસ અને દીવાળીમાં સોના તથા ચાંદીની ખરીદી શુભ મનાય છે. લોકો સોના અને ચાંદીનો કઈકને કઈક ખરીદે છે પરંતુ આ વર્ષે તમારે આ કિમતી ધાતુની વસ્તુ ખરીદવા માટે સારા એવા રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દીવાળી પહેલા જ્યાં ચાંદી એક લાખનો આંકડો પાર કરવા નજીક પહોંચી ત્યાં સોનું પણ 80 હજારને સ્પર્શવા માટે ફૂલ સ્પીડમાં ભાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદી એક લાખ નજીક પહોંચી
ધનતેરસ અને દીવાળી પહેલા ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ચાંદીની કિંમત સતત પોતાના ઉચ્ચતમ શિખર પર છે. જે લોકોએ ચાંદીમાં રોકાણ કર્યું છે તેમની ચાંદી થઈ ગઈ છે. સોમવારે ચાંદીનો ભાવ 98 હજાર રૂપિયા પ્રતિ કિલો પાર કરી ચૂક્યો છે. છેલ્લા બે દિવસમાં ચાંદીએ 6000 રૂપિયા પ્રતિ કિલોની છલાંગ લગાવી છે. જલદી એક લાખનો આંકડો પાર કરી શકે છે. 


સોનાનો ભાવ
સોનાના ભાવ પણ રોકેટ સ્પીડથી વધી રહ્યા છે. MCX પર સોનાના ભાવ 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. છેલ્લા 10 મહિનામાં સોનાના વાયદા ભાવમાં 15000 રૂપિયા સુધીની તેજી જોવા મળી છે. જાણકારોનું માનીએ તો દીવાળીના દિવસે સોનું 80 હજાર રૂપિયા પાર પહોંચી શકે છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 18 રૂપિયાની તેજીસાથે 78232 પર જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં 381 રૂપિયાનો વધારો થઈ 97635 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યો છે. 


ઉછાળા પાછળ કોણ જવાબદાર?
ભારતીય શરાફા બજારમાં સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળા પાછળ વૈશ્વિક ઉથલપાથલ જવાબદાર ગણવામાં આવી રહી છે. 


ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.