સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે. સોનાના ભાવ તો રેકોર્ડ હાઈથી લગભગ 4500 રૂપિયા જેટલા ગગડી ગયા છે. ચાંદી પણ 7000 રૂપિયા સુધી તૂટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્તું થયું સોનું
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભવ 700-800 રૂપિયા તૂટીને ખુલ્યા. MCX પર સોનું 657 રૂપિયા ગગડીને 70540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ લગભગ 700 રૂપિયા જેટલી તૂટીને 79858 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 


રેકોર્ડ સ્તરથી 4500 રૂપિયા ગગડ્યું
સોનું રેકોર્ડ સ્તરથી લગભગ 4500 રૂપિયા જટલું ગગડી ગયું છે. જ્યારે સોનું આ મહિને 73,958 રૂપિયાના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યુ હતું. એ જ રીતે ચાંદી પણ 86,126 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈથી 7000 રૂપિયા સુધી ગગડી છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1134 રૂપિયા ગગડીને 71741 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 1039 રૂપિયા તૂટીને 65715 રૂપિયાના સ્તરે છે. ચાંદી હાલ 1667 રૂપિયા તૂટીને 79887 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. 



ગ્લોબલ માર્કેટમાં પણ તૂટ્યું
ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ તૂટ્યા છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2320 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનું એક દિવસમાં 85 ડોલર ગગડ્યું છે. અત્રે જણાવવાનું કે રેકોર્ડ હાઈથી સોનાના ભાવ 120 ડોલર તૂટ્યા છે. 


કેમ તૂટી રહ્યા છે ભાવ
બુલિયન માર્કેટ માટે મોટો ટ્રિગર જિયો પોલિટિકલ ટેન્શન છે. જે હવે ઓછું થઈ રહ્યું છે. સુરક્ષિત રોકાણની ખરીદી અટકે તેનું પણ દબાણ છે. સોનાના ભાવ પર ડોલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં મજબૂતીની પણ અસર છે. અત્રે જણાવવાનું કે 106 પાસે ડોલર ઈન્ડેક્સ 6 મહિનાની ઊંચાઈ પર પહોંચી ગયો છે. અમેરિકામાં વ્યાજ દરો ઘટવામાં વિલંબની બેવડી અસર છે. આ ઉપરાંત સતત 4 અઠવાડિયાની તેજી બાદ સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યો છે. 


સોના અને ચાંદી પર બ્રોકરેજ આઉટલૂક
Emirates NBD એ કહ્યું કે હાલના સ્તરથી સોના અને ચાંદી 2 ટકા હજુ તૂટી એવી શક્યતા છે. ઘરેલુ બ્રોકરેજ ફર્મ Nirmal Bang એ સોના પર 69,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે ચાંદી પર 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે મોતીલાલ ઓસવાલે કોમેક્સ પર સોનાના 2240 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. ચાંદી પર 26.40 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube