Gold Rate Today: વળી પાછા ઘટ્યા સોનાના ભાવ, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today: બુલિયન માર્કેટમાં ફરી ગોલ્ડમાં સુસ્તી જોવા મળી રહી છે જ્યારે ઘરેલુ વાયદા બજાર કે પછી ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનું અને ચાંદી સપાટ છે. આ કારણે ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે.
બુલિયન માર્કેટમાં ફરી ગોલ્ડમાં સુસ્તી જોવા મળી રહી છે જ્યારે ઘરેલુ વાયદા બજાર કે પછી ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનું અને ચાંદી સપાટ છે. આ કારણે ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આ સાથે જ અન્ય આર્થિક આંકડા અને મિડલ ઈસ્ટ તણાવની પણ અસર જોવા મળી રહી છે.
ઘરેલુ બજારમાં સોનું
ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં મામૂલી તેજી સાથે 61000 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. MCX પર સોનામાં 26 રૂપિયાની મામૂલી તેજી સાથે 61098 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવ પણ 50 રૂપિયા ચડીને 72950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી રહ્યો છે.
બુલિયન માર્કેટમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 4 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 61390 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ગઈ કાલે સવારે મોટા ઘટાડા બાદ સાંજે પણ સોનાના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 4 રૂપિયાના ઘટાડા સાથે 56233ના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 રૂપિયાના ઘટાડા સાથે હાલ ચાંદી પ્રતિ કિલો 73046 રૂપિયાના સ્તરે છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનું અને ચાંદી હળવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કોમેક્સમાં સોનાનો ભાવ 2000 ડોલરની નીચે સપાટ છે. હાલ 1993 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહ્યો છે. ચાંદી પણ 23.75 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube