સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદનારા માટે આ સારા સમાચાર કહી શકાય. બંને કિંમતી ધાતુ પોતાની રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે. આજે વાયદા બજારમાં બંને લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. જ્યારે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ મેટલ્સ ફ્લેટ જોવા મળી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર શું છે ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફ્યૂચરમાં ઠીક ઠાક ઘટાડા સાથે જોવા મળી. સોનું MCX પર સવારે 10.45 વાગ્યાની આજુબાજુ 160 રૂપિયાના નુકસાન સાથે 70,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સોનું MCX પર ઓલ ટાઈમ હાઈ 73958 રૂપિયા પર પહોંચી ગયું હતું. હાલ આ બંને પોતાના બે અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયા છે. જ્યારે ચાંદી 254 રૂપિયાના ઘટાડા સાથે 80,243 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. 


ગ્લોબલ બજારોથી શું મળે છે સંકેત
ગ્લોબલ બજારોમાં પણ સોનું થોડું સુસ્ત જોવા મળ્યું છે. મિડલ ઈસ્ટમાં તણાવ થોડો ઘટ્યો છે અને બીજી બાજુ અમેરિકાથી પણ આર્થિક આંકડા આવવાના છે. જેના કારણે સોનામાં રોકાણ ઘટ્યું હોવાનો અંદાજ છે. સ્પોટ ગોલ્ડ ગત સત્રમાં 20 દિવસના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. આ લેવલથી તે થોડું ઉપર પણ ચડ્યું છે. હાલ 2323 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર પહોંચ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકાથી ઘટીને 2336 ડોલર પર જોવા મળી રહ્યું હતું. 


શરાફા બજારમાં શું છે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે મામૂલી તેજી 15 રૂપિયા વધારા સાથે 71841 રૂપિયા પર ખુલ્યું છે. જો કે ગઈ  કાલે સવારનો  ભાવ જોઈએ તો તે 72219 રૂપિયા હતો અને તે જોતા સોનામાં 24 કલાકમાં 378 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ 13 રૂપિયા જેટલો વધારો છે અને 65806 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ 111 રૂપિયાના ઘટાડા સાથે 80576 રૂપિયાના સ્તરે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube