Gold Silver Price Today: ફેસ્ટીવ સીઝનમાં સોના અને ચાંદીની વધતી માંગ વચ્ચે ભાવમાં એકવાર  ફરીથી તેજી જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવે ગ્રાહકોનું ટેન્શન વધારી દીધુ છે. હકીકતમાં બુલિયન માર્કેટને મિડલ ઈસ્ટમાં તણાવ અને અમેરિકી આર્થિક આંકડાનો સપોર્ટ મળી રહ્યો છે. પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો  ભાવ 2000 ડોલરની આજુબાજુ પહોંચી ગયો છે. જો કે શરાફા બજારમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ બજારમાં સોના અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ લીલા નિશાન પર છે. MCX પર સોનાનો રેટ લગભગ 40 રૂપિયા ચડીને 60990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. અત્રે જણાવવાનું કે આ મહિને સોનાનો ભાવ લગભગ 10  ટકા વધ્યો છે. ચાંદીનો ભાવ પણ લગભગ 300 રૂપિયા વધી ગયો છે. MCX પર ચાંદી 71872 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. 


શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 13 રૂપિયા ઘટીને 60971 પર પહોંચ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 12 રૂપિયા ઘટીને 55849 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 225 રૂપિયા ઘટીને 71335 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.