Gold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવ
Latest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.
Latest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે. ત્યારે જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
MCX પર સોનાના ભાવ
વાયદા બજારમાં આજે સોનું 211 રૂપિયાની આજુબાજુ ચડીને 71,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 71,554 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 641 રૂપિયા ચડીને 88,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. મંગળવારે તે 87,882 પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 291 રૂપિયા ઉછળીને 71,983 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. કાલે 71,692 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 266 રૂપિયા વધીને 65,936 રૂપિયાની સપાટી પર પહોંચ્યું જે કાલે 65,670 રૂપિયાની સપાટી પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 842 રૂપિયા વધીને 88,857 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 88,015 રૂપિયાના સ્તરે જોવા મળી હતી.
[[{"fid":"567698","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.