ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
Rythu Bharosa Scheme: ખેડૂતોને 'રાયથુ ભરોસા યોજના' હેઠળ પ્રતિ એકર વાર્ષિક 12,000 રૂપિયા મળશે. આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે.
Trending Photos
Rythu Bharosa Scheme: તેલંગાણાના લાખો ખેડૂતો માટે સારા સમાચાર છે. તેલંગાણાના ખેડૂતોને 'રાયથુ ભરોસા યોજના' હેઠળ પ્રતિ એકર વાર્ષિક 12,000 રૂપિયા મળશે. તેલંગાણા સરકારે આ યોજના હેઠળ રોકડ લાભમાં 2,000 રૂપિયાનો વધારો કર્યો છે. રાજ્યના ખેડૂતો માટે ‘રાયથુ ભરોસા’ રોકાણ સહાય યોજના 26 જાન્યુઆરીથી શરૂ થશે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ખેડૂતોને પ્રતિ એકર વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે.
'રાયથુ ભરોસા' યોજના શું છે?
'રાયથુ ભરોસા' પહેલનો ઉદ્દેશ્ય ખેતીની જમીન માટે પ્રતિ એકર રૂ. 12,000નો સીધો રોકડ લાભ પૂરો પાડીને ખેડૂતોને મદદ કરવાનો છે. રેવન્ત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે, તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાની રકમ આપશે. પરંતુ, હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને 12,000 રૂપિયા કરી દીધા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની અગાઉની સરકારની રાયથુ બંધુ યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાય કરતા રૂ. 2,000 વધુ છે.
ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના શું છે?
આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી ઈન્દિરમ્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે. આ યોજના હેઠળ જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારોને દર વર્ષે 12,000 રૂપિયા મળશે.
યોજના ક્યારે શરૂ થશે?
રાયથુ ભરોસા, ઈન્દિરમ્મા આત્મીય ભરોસા અને નવા રેશન કાર્ડની ત્રણેય યોજનાઓ 26 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂરા થયાના ઉપલક્ષમાં આ પહેલ કરવામાં આવી રહી છે.
કોને મળશે યોજનાનો લાભ?
કૃષિ સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને રાયથુ ભરોસા હેઠળ આવરી લેવામાં આવશે. કોઈપણ શરત વિના દરેક એકર ખેતીલાયક જમીન માટે રોકાણ સબસિડી આપવામાં આવશે.
કોણ પાત્ર રહેશે નહીં?
ખેતી માટે અયોગ્ય જમીન જેમ કે ખનન, ટેકરીઓ, રિયલ એસ્ટેટ અપક્રમો, રસ્તાઓ, રહેણાંક, ઔદ્યોગિક અથવા વ્યાપારી ઉદ્દેશ્યો માટે ઉપયોગ લેવામાં આવતી જમીન, નહેરમાં રૂપાંતરિત જમીન અથવા અલગ-અલગ પ્રોજેક્ટ્સ માટે સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન રાયથુ ભરોસા માટે પાત્ર રહેશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે