સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં જ્યાં ભાવમાં ઉથલપાથલ છે ત્યાં વાયદા બજારમાં પણ ભાવમાં થોડી સુસ્તી જોવા મળી રહી છે. બુધવારે સોનાના શરૂઆતના ટ્રેડિંગમાં સુસ્તી જોવા મળી જ્યારે ચાંદી તો સીધી 900 રૂપિયા નીચે ગગડી ગઈ. શરાફા બજારમાં તો ચાંદી જબરદસ્ત તૂટી છે, સોનામાં પણ મોટો કડાકો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 460 રૂપિયા ગગડીને 78,106 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 78,566 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની વાત કરીએ તો આજે તેમાં 422 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71,545 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 71,967 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં તો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. ચાંદી આજે 2,268 રૂપિયા તૂટીને 91,993 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી, જે કાલે 94,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 




વાયદા બજારમાં ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું મામૂલી વધારા સાથે 78,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. કાલે તે 78,507 ના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી સીધી 909 રૂપિયા ગગડીને 93,739 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર જોવા મળી હતી જે કાલે 94,648 ના ભાવે ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.