Gold-Silver Price Today 6 September 2023: શરાફા બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. જન્માષ્ટમીના તહેવાર પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. હાલ સોનું પોતાના ઓલટાઈમ હાઈથી ફક્ત 1715 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ સસ્તું મળી રહ્યું છે. અત્રે જણાવવાનું કે 5 મેના રોજ શરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડનો હાજર ભાવ ઓલ ટાઈમ હાય 61739 રૂપિયા પર પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 94 રૂપિયા ઘટીને 59262 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 86 રૂપિયાના ઘટાડા સાથે 54284 રૂપિયે જોવા મળી રહ્યું છે. જ્યારે 18 કેરેટ ગોલ્ડ એટલે કે 750 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 70 રૂપિયાના ઘટાડા સાથે 44447 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 19 રૂપિયાની તેજી સાથે ભાવ પ્રતિ કિલો 72250 રૂપિયા જોવા મળી રહ્યો છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ઓલટાઈમ હાઈથી 5500 રૂપિયે કિલો સસ્તી ચાંદી
હાલ સોનું પોતાના ઓલટાઈમ હાઈથી ફક્ત 1715 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ સસ્તું મળી રહ્યું છે. અત્રે જણાવવાનું કે 5 મેના રોજ શરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડનો હાજર ભાવ ઓલ ટાઈમ હાય 61739 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદી તે જ દિવસે 77280 રૂપિયા પ્રતિ કિલો હતી. તે દિવસના રેટથી ચાંદી પ્રતિ કિલો લગભગ 5500 રૂપિયા સસ્તી મળી રહી છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube