Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ગઈ કાલે 24 કેરેટ શુદ્ધ કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 59189 રૂપિયા પર બંધ થયો હતો જે આજે સવારે બજાર ખુલતા જ  106 રૂપિયા ઉછળીને 59295 રૂપિયા થયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો નોંધાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલની સરખામણીમાં આજે 18 રૂપિયાના ઘટાડા સાથે 59171 રૂપિયાની સપાટી પર બંધ થયો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 16 રૂપિયાના કડાકા સાથે 54201 રૂપિયાના સ્તરે બંધ થયું. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી શુદ્ધ ચાંદીમાં કિલો દીઠ 153 રૂપિયાના ઘટાડા સાથે 71017 રૂપિયાના સ્તરે બંધ થયો. આજે સવારે ચાંદીમાં 182 રૂપિયાનો ઉછાળો હતો પરંતુ ત્યારબાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube