નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોના અને ચાંદી (Gold and Silver) ના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવમાં (Gold price hike) 278 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ સોનાનો ભાવ 46,013 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતોમાં સુધારને કારણે ઘરેલૂ સ્તર પર કિંમતમાં તેજી આવી છે. પરંતુ રૂપિયાની મજબૂતીને કારણે આ વધારો સીમિત રહ્યો. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 45,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ઘરેલૂ બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં  (Silver price) પણ સોમવારે વધારો થયો હતો. ચાંદીના ભાવમાં સોમવારે 265 રૂપિયાનો વધારો થયો, જેથી સિલ્વરની કિંમત 68,587 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેનાથી પાછલા સત્રમાં ચાંદી 68,322 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ Share Market: શેરબજારમાં 1145 પોઈન્ટનો મોટો ઘટાડો, 50 હજારની નીચે પહોંચ્યો સેન્સેક્સ


HDFC સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં સોમવારે વૈશ્વિક વૃદ્ધિને કારણે 278 રૂપિયાની તેજી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય રૂપિયો સોમવારે યૂએસ ડોલરના મુકાબલે 16 પૈસાની મજબૂતીની સાથે 72.49 પર બંધ થયો હતો. 


તો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો વૈશ્વિક ભાવ (Gold international price) સોમવારે 1774 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 26.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 


આ પણ વાંચોઃ Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન


ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ પર સોમવારે સાંજે પાંચ એપ્રિલ, 2021ના વાયદા સોનાનો ભાવ 339 રૂપિયાની તેજીની સાથે 46,536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો 4 જૂન 2021ના વાયદા સોનાનો ભાવ આ સમયે 355 રૂપિયાની તેજીની સાથે  46,695 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube