નવી દિલ્હીઃ ડોમેસ્ટિક સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદીની કિંમતમાં વધારો નોંધાયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 122 રૂપિયાની તેજી જોવા મળી ગતી. આ તેજીની સાથે સોનાનો ભાવ 51,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર રૂપિયામાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે સોનાનો ભાવ 51,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીના ભાવ પણ વધ્યા
સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ મંગળવારે વધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં મંગળવારે 340 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો નોંધાયો હતો. આ વધારા સાથે ચાંદીનો ભાવ 69,665 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ચાંદી  69,325 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે મંગળવારે રૂપિયામાં ઘટાડાને કારણે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 122 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી હતી. 


Credit Card બંધ પહેલા કરાવતા જાણી લો આ 4 વાત, ફાયદામાં રહેશો તમે


ભારતીય રૂપિયો મંગળવારે બેન્કો અને આયાતકો પાસેથી અમેરિકી મુદ્દાની માંગ વધવાને કારણે એક ડોલરના મુકાબલે 25 પૈસાના ઘટાડા સાથે 73.63 પર બંધ થયો હતો. 


તો વૈશ્વિક સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું સામાન્ય વધારાની સાથે 1930 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.91 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર