નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં બુધવારે સોના અને ચાંદી બંન્નેની હાજર કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનામાં 137 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ  53,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સિક્યોરિટીઝ અનુસાર રૂપિયામાં મજબૂતીને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં મંગળવારે સોનું 53167 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, રૂપિયામાં મજબૂતીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં બુધવારે 137 રૂપિયાનો ઘટાડો થયો છે. 


ભારતીય રૂપિયો બુધવારે નબળા અમેરિકી ચલણ તથા ઘરેલૂ શેર બજારોમાં સકારાત્મક વલણ રહેવાને કારણે એક ડોલરના મુકાબલે 11 પૈસા મજબૂત થઈને 73.52 પર બંધ થયો હતો. 


ફક્ત 2 ડોક્યુમેંટ્સથી મળશે વિજ કનેક્શન, ગ્રાહકોને મળશે નવો 'પાવર'


જો ચાંદીની વાત કરીએ તો ઘરેલૂ બજારમાં બુધવારે ચાંદીની હાજર માંગમાં 517 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ બુધવારે  70,553 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. આ પહેલા મંગળવારે ચાંદી  71,070 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો બુધવારે સોનુ વધારા સાથે  1967.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. તો ચાંદી 27.40 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર જોવા મળી હતી. તપન પટેલે જણાવ્યુ કે, ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક પહેલા વૈશ્વિક સ્તર પર ચોનાની કિંમત ઉપરી રેન્જ પર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube