નવી દિલ્હીઃ ઘરેલું સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંન્નેના હાજર ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં મંગળવારે 3 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો, જેથી સોનાનોભાવ 50114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં આ સામાન્ય વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 50,111 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલું સોની બજારમાં મંગળવારે ચાંદીના હાજર ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ચાંદીમાં મંગળવારે 451 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ તેજીની સાથે ચાંદીનો ભાવ 62,023 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદીનો ભાવ 61572 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 


દુનિયાની સૌથી બિઝનેસ મોટી ડીલથી ભારતે કેમ કર્યું સાઇડલાઇન, આ રહ્યો જવાબ


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યું કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં મંગળવારે રૂપિયામાં સામાન્ય ઘટાડાને કારણે 3 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, મંગળવારે રૂપિયો એક ડોલરના મુકાબલે 12 પૈસાના ઘટાડા સાથે ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. 


વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું મંગળવારે સામાન્ય વધારા સાથે 1877 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતું જોવા મળ્યું હતું. તો ચાંદી 24.20 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube