કોમોડિટી બજારમાં આમ તો સોના  અને ચાંદીના ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે પરંતુ શરાફા બજારમાં ફરીથી ભાવ ઉછળતા જોવા મળે છે. આવામાં જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો તમને 10 ગ્રામ સોનું કયા ભાવે મળશે તે જોવાનું રહેશે. કોમોડિટી બજારમાં અને ભારતીય શરાફા બજારમાં સોનું અને ચાંદીના લેટેસ્ટ રેટ  ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં આમ તો સુસ્તી જોવા મળી રહી છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર 88 રૂપિયા તૂટીને 70,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ  થતો જોવા મળ્યો. જ્યારે કાલે 70,738 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 463 રૂપિયા તૂટીને 81,161 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતું જે કાલે 81,624 રૂપિયા પર બંધ થયું હતું. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 482 રૂપિયા વધીને 70,372 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જે કાલે 69,890 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 442 રૂપિયા ઉછળીને 64,461 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં પ્રતિ કિલો 526 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ 80,598 રૂપિયા જોવા મળ્યો છે જે કાલે 81,124 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. 



વિદેશી બજારોમાં 2500 ડોલરનું સ્તર?
સોમવારે વિદેશી બજારોમાં સોનું 50 ડોલર ઉછળીને 2500 ડોલર નજીક તો ચાંદી અઢી ટકા ચડીને 28 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. આ દરમિયાન ઘરેલુ વાયદા બજારમાં સોનું 900 રૂપિયા તો ચાંદી 1100 રૂપિયા ઉછળ્યા હતા. જો કે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોફિટબુકિંગ જોવા મળ્યું અને યુએસ સ્પોટ ગોલ્ડ 0.4 ટકા તૂટીને $2,462.19 પર પહોંચી ગયું હતું. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.