Gold Rate Today: સોનામાં કેમ આવી ધડાધડ તેજી? કારણ ચોંકાવનારું, જાણો શું છે આજનો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Latest Gold Rate: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું થોડું સુસ્તી બાદ સારી એવી તેજીમાં જોવા મળ્યું. રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદીએ કૂદકો માર્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આ ઉપરાંત અચાનક સોનામાં આવેલી તેજી પાછળનું કારણ પણ જાણો.
સોના અને ચાંદીમાં એકવાર ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીની અસર મેટલ્સમાં જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું થોડું સુસ્તી બાદ સારી એવી તેજીમાં જોવા મળ્યું. રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદીએ કૂદકો માર્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આ ઉપરાંત અચાનક સોનામાં આવેલી તેજી પાછળનું કારણ પણ જાણો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર સોનું આજે 229 રૂપિયાની તેજી સાથે 77,715 રૂપિયા પર જોવા મળ્યું. જે કાલે 77,486 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 107 રૂપિયાની તેજી સાથે 95,304 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 95,197 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. કોમેક્સ પર સોનું $2,700ની નજીક છે. કાલે MCX પર સોનું 1000 રૂપિયાથી વધુ ઉછળ્યું હતું અને સોમવારે વિદેશી બજારમાં પણ સોનું લગભગ $40 ચડ્યું હતું.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 421 રૂપિયા કૂદીને 77,113 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે કાલે 76,692 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,175 રૂપિયા ઉછળીને 92,975 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે જે કાલે 91,800 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
સોના-ચાંદીમાં તેજીનું કારણ
વાત જાણે એમ છે કે એકવાર ફરીથી સેન્ટ્રલ બેંકોની ખરીદી વધતી જોવા મળી રહી છે. 6 મહિના બાદ ચીનની સેન્ટ્રલ બેંકની સોનામાં ખરીદી જોવા મળી. નવેમ્બરમાં ચીને ફરીથી સોનાની ખરીદી શરૂ કરી છે. ઓક્ટોબરમાં સેન્ટ્રલ બેંકોએ 60 ટન સોનું ખરીદ્યું હતું. આ વર્ષે સૌથી વધુ ખરીદી ઓક્ટોબરમાં થઈ. ઓક્ટોબરમાં ભારતે 27 ટન સોનું ખરીદ્યું હતું. રૂપિયામાં નબળાઈની પણ અસર જોવા મળી રહી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી શકે છે. આ સાથે જ એક વધુ કારણ રેટ કટ ઉપર પણ અટકળો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયે અમેરિકી ફેડરલ રિઝર્વ 0.25% દર ઘટાડી શકે છે.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.