સોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો. ગ્લોબલ માર્કેટ અને ભારતીય બજારોમાં બંને ધાતુઓના રેટ્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ બજારોમાં સોના અને ચાંદી
MCX પર સોનાના ભાવ 15 રૂપિયાની મામૂલી તેજી સાથે 72538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા. જ્યારે ઓલ ટાઈમ રેટ 73958 રૂપિયા છે. ચાંદીનો ભાવ પણ લગભગ 150 રૂપિયાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર એક કિલો ચાંદીનો ભાવ 83650 રૂપિયા જોવા મળ્યો છે. તેનો ઓલટાઈમ હાઈ રેટ 86126 રૂપિયા છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 31 રૂપિયા જેટલી મામૂલી તેજી જોવા મળી છે અને ભાવ હાલ 73333 રૂપિયા પર પહોંચ્યો છે. શુક્રવારે જ્યારે ઓપનિંગ રેટ જાહેર થયા હતા ત્યારે ભાવ 73514 રૂપિયા જોવા મળ્યો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 28 રૂપિયા ચડીને 67173 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદીમાં 237 રૂપિયાના સામાન્ય તેજી જોવા મળી છે અને હાલ ભાવ 83450 રૂપિયા પ્રતિ કિલો છે. 



ગ્લોબલ માર્કેટમાં ભાવ
ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીની તેજીમાં મંદી જોવા મંળી છે. કોમેક્સ પર સોનું 2389 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી પણ હળવી મજબૂતી સાથે 28.48 ડોલર પ્રતિ ઔંસ પર છે. ગત અઠવાડિયે સોનાના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા. કારણ કે મિડલ ઈસ્ટમાં તણાવ વધી  ગયો હતો. ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલો છોડી હતી. જેના પગલે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગણી વધી ગઈ હતી. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube