સોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સોનું 546 રૂપિયાની તેજી સાથે 70,200 રૂપિયાના લેવલ પર જોવા મળ્યું. જ્યારે કાલે 69,654 પર બંધ થયું હતું. ચાંદી આજે 906 રૂપિયાની તેજી સાથે 83,500 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જે કાલે 83,594 રૂપિયા પર બંધ થયું હતું. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 754 રૂપિયા ઉછળીને 70,475 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે 69,721 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જો કે મામૂલી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી આજે 86 રૂપિયા વધીને 83,550 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે કાલે 83,464 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


[[{"fid":"576128","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. 


વિદેશી બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વીકલી ગેઈન પર હતું. સ્પોટ ગોલ્ડ 0.2 ટકા તેજી સાથે 2,451 ડોલર પ્રતિ ઔંસ પર હતું જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.6 ટકા ચડીને 2,495 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. તેજી પાછળ અનેક કારણો રહ્યા. સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની વધતી સંભાવનાઓ સાથે મિડલ ઈસ્ટમાં વધતા તણાવના પગલે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.