Gold Rate Today: તહેવારો પહેલા સોનામાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશે
નવરાત્રી અને દિવાળી પહેલા જ સોનાના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. એક તોલો સોનાનો ભાવ જાણીને તમને ધ્રાસકો પડી જશે. ચાંદીનો ભાવ પણ ચિંતા કરાવે તેવો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
સોનાના ભાવમાં તોફાની તેજી ચાલુ છે. કોમોડિટી બજારથી લઈને શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 158 રૂપિયા ઉછળીને 75406 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 75248 પર ક્લોઝ થયો હતો. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 145 રૂપિયા ચડીને 69072 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 68927 રૂપિયા પર બંધ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 87 રૂપિયાની સામાન્ય ઉછાળા સાથે 90817 રૂપિયા પર પહોંચી જે કાલે 90730 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું સપાટ 75,316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. કાલે 75,313 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદીનો ભાવ 178 રૂપિયાની તેજી સાથે 92,223 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો. જે કાલે 92,045 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.