Gold Rate Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક પ્રમાણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો અને રૂપિયામાં ઘટાડાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 663 રૂપિયાનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમતો 663 રૂપિયા વધીને 51,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો અને રૂપિયામાં ઘટાડાને કારણે ગોલ્ડના ભાવમાં વધારો થયો છે. સોનું પાછલા કારોબારમાં 50,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મંગળવારે ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો અને તે સોમવારના 60,598 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તુલનામાં આજે 1321 રૂપિયા વધીને 61,919 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.
એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક પ્રમાણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો અને રૂપિયામાં ઘટાડાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 663 રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસા તૂટ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1882 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે ચાંદી 23.56 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.
ઘરેલૂ વાયદા બજારમાં મંગળવારે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેન્જ પર મંગળવારે બપોરે ડિસેમ્બર વાયદાની સોનાની કિંમત 0.25 ટકા એટલે કે 123 રૂપિયાના વધારા સાથે 50,261 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક વાયદા કિંમતોમાં પણ મંગળવારે બપોરે વધારો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તર પર સોનાના ભાવની વાત કરીએ તો બ્લૂમબર્ગ પ્રમાણે મંગળવારે બપોરે સોનાનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 0.21 ટકા એટલે કે 4 ડોલરના વધારા સાથે 1,886.30 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે 0.09 ટકા એટલે કે 1.66 ડોલરના ઘટાડા સાથે 1,879.82 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube