નવી દિલ્હીઃ સોના અને ચાંદી બંને કિંમતી ધાતુોમાં બુધવારે તેજી જોવા મળી છે. મજબૂત અને હાજર માંગને કારણે સટોરિયાઓએ તાજા સોદાની લિવાલી કરી જેથી સ્થાનીક વાયદા બજારમાં બુધવારે સોનાનો ભાવ 132 રૂપિયાની તેજીની સાથે 47071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનાની ડિલિવરીવાળા સોનાની કિંમત 132 રૂપિયાની તેજીની સાથે 47071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેમાં 10328 લોટનો કારોબાર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજાર નિષ્ણાંતોએ કહ્યુ કે, કારોબારીઓ દ્વારા તાજા સોદાની લિવાલી કરવાથી સોનાની વાયદા કિંમતોમાં તેજી આવી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાની કિંમત 0.08 ટકાની તેજી સાથે 1,799.90 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. 


મજબૂત હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાના સોદાના આકારને વધાર્યો જેથી વાયદા કારોબારમાં બુધવારે ચાંદીની કિંમત 132 રૂપિયાની તેજી સાથે 64,753 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ મોટા સમાચાર! રાંધણ ગેસ પર મળતી સબસિડી થઈ જશે બંધ? જાણો સરકારનો નવો પ્લાન


મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના ડિસેમ્બર ડિલિવરીવાળા વાયદા કરારનો ભાવ 132 રૂપિયાની તેજી સાથે 64,753 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. આ વાયદા કરારમાં 8649 લોટ માટે સોદા થયા હતા. 


બજાર નિષ્ણાંતોએ કહ્યું કે ઘરેલૂ બજારમાં તેજીના વલણને કારણે કારોબારીઓની તાજા લિવાલીથી મુખ્યતઃ ચાંદી વાયદાની કિંમતોમાં તેજી આવી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 0.19 ટકાની તેજીની સાથે 24.42 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube