નવી દિલ્હીઃ આજે સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો છે. MCX પર આજે સોનું 203 રૂપિયાના ઘટાડા સાથે 47720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. તો સોની બજારની વાત કરીએ તો ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર આજે સોનું 92 રૂપિયા સસ્તું થઈને 47,771 પર આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીના ભાવમાં પણ ઘટાડો
ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર ચાંદી 504 રૂપિયાના ઘટાડા સાથે 68793 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર સોની બજારમાં ચાંદી 148 રૂપિયાના ઘટાડા સાથે 67,641 રૂપિયા કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 


આ પણ વાંચોઃ Credit Card થી Payment કરતા પહેલાં જાણી લો RBI ની નવી Guidelines, નહીં તો પસ્તાશો


ભાવમાં થશે વધારો
IIFL સિક્યોરિટીઝના ઉપ પ્રમુખ અનુજ ગુપ્તા કહે છે કે હાલ સોનામાં ચઢાવ-ઉતારની સ્થિતિ બનેલી છે. પરંતુ આવતા દિવસોમાં સોનાની ચમક વધી શકે છે. આ વર્ષના અંત સુધી સોનું 55 હજાર સુધી પહોંચી શકે છે. તેથી રોકાણકારોએ ડરવાની જરૂર નથી. 


આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું 1800 ડોલરની નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1799 અમેરિકી ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. શુક્રવારે તે 1810 ડોલર પ્રતિ ઔંસ પર હતું. પરંતુ આવનારા દિવસોમાં ભાવમાં વધારો થઈ શકે છે. 


પાછલા વર્ષે ઓગસ્ટમાં 56 હજારની સપાટીએ પહોંચ્યું હતું સોનું
પાછલા વર્ષે જ્યારે કોરોના પિક પર હતો ત્યારે સોનાનો ભાવ પોતાના ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. ઓગસ્ટ 2020માં 56200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. તે સમયે કોરોના મહામારીને કારણે રોકાણકારોના મનમાં ડરનો માહોલ બનેલો હતો. આ સમયે ફરી તેવો માહોલ બનવા લાગ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube