કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! માત્ર ઈન્ટરવ્યૂ આપો, સિલેક્ટ થયા તો મહિને 80,000
FCI Jobs 2024: ભારતીય ફૂડ કોર્પોરેશનમાં મોટી ભરતી બહાર પડી છે. FCI સાથે કારકિર્દી બનાવવા માટે રસ ધરાવતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ fcivlts.in પર જઈને આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે.
Trending Photos
FCI GDMO Vacancy 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં વેકેન્સી બહાર પડી છે. યુવાઓની પાસે કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી મેળવવાનો સારો મોકો છે. એફસીઆઈએ જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરના પદો માટે અરજીઓ મંગાવી છે. એફસીઆઈમાં નોકરી કરવા ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર FCI ની ઓફિશિયલ વેબસાઈટ fcivlts.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી સાથે જોડાયેલી તમામ જરૂરી ડિટેલ્સ અહીં આપવામાં આવી છે.
આ તારીખ સુધીમાં કરો અરજી
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ વેકેન્સી માટે એપ્લીકેશન વિન્ડો ખુલ્લી છે અને 15 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ એપ્લિકેશન બંધ થઈ જશે અને અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં.
કોણ કરી શકે છે અરજી?
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની પાસે એમબીબીએસની ડિગ્રી હોવી જોઈએ. આ ભરતીઓ માટે અરજદારની સૌથી વધુ ઉંમર 68 વર્ષ હોવી જોઈએ, તેનાથી વધારે ઉંમરના ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં.
પસંદગી પ્રક્રિયા
જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરના પદો પર ઉમેદવારોની પસંદગી કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે. તેમણે માત્ર ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
કેટલી સેલેરી મળશે?
ભારતીય ખાદ્ય નિગમમાં જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરના પદો માટે પસંદગી પામેલા ઉમેદવારોને 80,000 રૂપિયા મંથલી સેલેરી મળશે.
અરજી કેવી રીતે કરશો?
ભારતીય ખાદ્ય નિગરમમાં આ નોકરીઓ માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેણે સંબંધિત દસ્તાવેજોની સાથે સ્પીડ પોસ્ટના માધ્યમથી આ સરનામે મોકલવાનું રહેશે. સરનામું; ડેપ્યુટી જનરલ મેનેજર (Est-I), ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, 16-20, બારાખંબા લેન, નવી દિલ્હી- 110001
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે