Gold Silver Rate on 16 November 2023: સોનું એ દરેકનું સૌથી પ્રિય છે. તહેવારોની સીઝન પછી ભારતમાં લગ્નની સીઝન (Wedding Season) શરૂ થવા જઈ રહી છે. આ સમય દરમિયાન લોકો સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરે છે. જો તમે પણ આજે સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે સોનામાં તેજી અને ચાંદીમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે વાયદા બજારમાં સોનું રૂ. 60,148 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. સવારે 11.30 વાગ્યા સુધીમાં સોનું રૂ. 64 અથવા 0.11 ટકાના વધારા સાથે રૂ. 60, 175 પર ટ્રેડ કરી રહ્યું છે. ગઇકાલે સોનું રૂ. 60,111 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World Cup 2023: 40 વર્ષમાં ચોથીવાર ફાઇનલમાં પહોંચ્યું ભારત, જાણો કેવો રહ્યો રેકોર્ડ
દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ


ચાંદી સસ્તી થઈ
સોના સિવાય ચાંદીની વાત કરીએ તો આજે તેમાં પણ વધઘટ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ચાંદી રૂ.72,174 પ્રતિ કિલોના સ્તરે ખુલી હતી. આ પછી, તેની કિંમતમાં થોડો વધારો નોંધવામાં આવ્યો છે અને સવારે 11.30 વાગ્યા સુધી તે ગઈકાલની તુલનામાં 37 રૂપિયા એટલે કે 0.05 ટકા સસ્તી છે અને 72,335 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. જ્યારે બુધવારે તે રૂ.70,372ના સ્તરે બંધ રહી હતી. ભારતીયોએ ધીમેધીમે ચાંદીમાં પણ ખરીદી વધારી છે. 


હાડકાંને લોખંડની માફક બનાવવા છે મજબૂત, તો ડાયટમાં સામેલ કરો આ 5 હેલ્ધી ફૂડ
Mosambi Juice Benefits: સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે મોસંબીનો જ્યૂસ, ડાયાબિટીઝ સહિત દૂર થશે આ 6 બિમારીઓ


16 નવેમ્બર 2023 ના રોજ મુખ્ય શહેરોના સોના અને ચાંદીના દરો-


દિલ્હી- 24 કેરેટ સોનું રૂ. 61,190 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
કોલકાતા- 24 કેરેટ સોનું રૂ. 61,040 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
ચેન્નાઈ- 24 કેરેટ સોનું રૂ. 61,470 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 78,000 પ્રતિ કિલો
મુંબઈ- 24 કેરેટ સોનું રૂ. 61,040 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
જયપુર- 24 કેરેટ સોનું રૂ. 61,190 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
નોઈડા- 24 કેરેટ સોનું રૂ. 61,190 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
પુણે- 24 કેરેટ સોનું રૂ. 61,040 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
ગાઝિયાબાદ- 24 કેરેટ સોનું રૂ. 61,190 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
પટના- 24 કેરેટ સોનું રૂ. 61,090 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો
લખનૌ- 24 કેરેટ સોનું રૂ. 61,190 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 75,000 પ્રતિ કિલો


Pumpkin Seeds: કોળાના બીજને હળવાશથી ન લો! યાદશક્તિ થશે કોમ્યુટર કરતાં પણ ફાસ્ટ
Blackheads Home Remedies: ચહેરા પર જામેલા બ્લેક હેડ્સ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા


આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી સસ્તી 
સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ રિપોર્ટ અનુસાર આજે સોનાની કિંમતમાં 0.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે ઔંસ દીઠ $1,960 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, ચાંદીમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની તુલનામાં 0.4 ટકા સસ્તી છે અને 23.36 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે.


ગાડી-બંગલાના સપના પુરૂ કરશે આ ગોચર, આ રાશિઓને પ્રાપ્ત થશે ધન-દોલત વૈભવ વિલાસ
કાશ્મીરમાં કુદરતે પાથરી 'લાલ જાજમ', તસવીરો જોશો તો સમજી જશો કેમ કહેવાય છે સ્વર્ગ