નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની અજર દુનિયાભરની બજારમાં પડી રહી છે. યુદ્ધના 14માં દિવસે હોલ્ડ અને ક્રૂડ ઓયલ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું છે. સોનાની કિંમત 18 મહિનામાં સૌથી વધુ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીની કિંમતમાં 1.8 ટકાની તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બુધવારે સવારે ગોલ્ડનો ભાવ 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. એમસીએક્સ પર એપ્રિલ વાયદા સોનાના ભાવમાં 1.4 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે. આ સિવાય ચાંદીની મે વાયદા કિંમતમાં 1.8 ટકાની તેજી છે. 


ઓગસ્ટ 2020માં રેકોર્ડ સ્તર પર હતું ગોલ્ડ
આ પહેલાં કારોબારી સત્રમાં સોનું 19 મહિનાના હાઈ લેવલ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ 2,053.99 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું. હાજર ચાંદી 1 ટકા વધી 26.66 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. દોઢ વર્ષ પહેલાં ઓગસ્ટ 2022માં ગોલ્ડ 2072 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. તે સમયે ઘરેલૂ બજારમાં તે વધીને 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. 


આ પણ વાંચોઃ પેટ્રોલના ભાવ 150 રૂપિયા લીટર થઈ જશે! પુતિનના આ પગલાથી ભારતને થશે નુકસાન!


સોના-ચાંદીની વર્તમાન કિંમત
એમસીએક્સ પર બુધવારે એપ્રિલ વાયદા સોનાનોભાવ 1.4ટકાવધી 55190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો મે વાયદા ચાંદીની કિંમત 1.8 ટકા વધી 72698 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જાણકારોનું માનવું છે કે યુક્રેન સંકટને કારણે આવનારા સમયમાં સોના-ચાંદીના ભાવ વધુ ઉપર જઈ શકે છે. 


ચાંદીમાં 1000 રૂપિયાની તેજી
સોની બજારમાં સોના-ચાંદીની કિંમત જાહેર કરનારી વેબસાઇટ www.ibjarates.com અનુસાર બુધવારે સવારે 24 સોનાનો ભાવ 54823 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. ચાંદીનો ભાવ 1 હજાર રૂપિયાના વધારા સાથે 71878 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube