સોનાના ભાવમાં જબદરસ્ત મોટો ઘટાડો, ભાવ વાંચીને લેવા દોડશો
ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આવામાં જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા ખબર છે. ગત અનેક દિવસોથી રેકોર્ડ બનાવી રહેલું સોનુ (Gold Price Today) ગત ચાર દિવસોમાં 6000 તૂટી ગયું છે. આજે સોનુ અને ચાંદીના ભાવમાં એકવાર ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે
ઝી મીડિયા/બ્યૂરો :ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આવામાં જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા ખબર છે. ગત અનેક દિવસોથી રેકોર્ડ બનાવી રહેલું સોનુ ગત ચાર દિવસોમાં 6000 તૂટી ગયું છે. આજે સોનુ અને ચાંદીના ભાવમાં એકવાર ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે. ઘરેલુ માર્કેટમાં સોનુ (Gold Price Today) આજે ખૂલતાની સાથે જ 1500 રૂપિયા તૂટ્યું છે. કેટલાક દિવસો પહેલા 56000 રૂપિયાની ઊંચાઈ પર સોનુ પહોંચી ગયું હતું. પરંતુ આજના ઘટાડા બાદ એકવાર ફરીથી 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે.
જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
ગઈકાલે સોનામાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ સોનુ 2.5 ટકા તૂટ્યું છે. આજે ચાંદી (Silver Price Today) માં પણ 4000 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો. જેનાથી ભાવ 63000 રૂપિયા પ્રતિ કિલોના નીચે પહોંચી ગયું છે. આ પહેલા ચાંદીએ 76,000 રૂપિયાની રેકોર્ડ ઉંચાઈ પાર કરી હતી. ચાંદી મંગળવારે 12 ટકા તૂટીને બંધ થઈ હતી.
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....
શરાફા બજારમાં શું ભાવ ચાલે છે
મંગળવારે દેશભરમાં શરાફા બજારમાં સોમવારની સરખામણીમાં સોનાના ભાવમાં અંદાજે 1564 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. શરાફા બજારમાં 24 કેરેટ સોનાનો હાજિર ભાવ મંગળવારે 1564 રૂપિયા ઘટીને 53951 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તો ચાંદીનો હાજિર ભાવ 2397 રૂપિયા પ્રતિ કિલોની નીચે 71,211 રૂપિયા પર બંધ થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ (ibjarates.com) ના જણાવ્યા અનુસાર, 11 ઓગસ્ટ, 2020ના રોજ દેશભરમાં શરાફા બજારોએ 24 કેરેટ સોનાનો ભાવ 53951 રૂપિયા રહ્યો હતો. જ્યારે કે, 22 કેરેટ સોનાનો ભાવ 49419 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર