નવી દિલ્હીઃ સોનાની કિંમતોમાં મંગળવારે તેજી જોવા મળી છે. આ કારણે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ પ્રમાણે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 63,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ પહેલા 22 ડિસેમ્બરે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 62844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીનો ભાવ 75000 રૂપિયા પ્રતિકિલોની આસપાસ ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે  22,20,18 અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ
આઈબીજેએની વેબસાઈટ પ્રમાણે 22 કેરેટ સોનાનો ભાવ 6152 રૂપિયા પ્રતિ ગ્રામ, 20 કેરેટ સોનાનો ભાવ 5610 રૂપિયા પ્રતિ ગ્રામ, 18 કેરેટ સોનાનો ભાવ 5610 રૂપિયા પ્રતિગ્રામ અને 14 કેરેટ સોનાનો રેટ 4066 રૂપિયા પ્રતિ ગ્રામ છે.


આ પણ વાંચોઃ વર્ષના અંતિમ સપ્તાહમાં પણ IPO માર્કેટ ધમધમતું રહેશે, 14 ઈશ્યૂમાં રોકાણ કરવાની તક


વૈશ્વિક સ્તર પર સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક સ્તર પર સોના અને ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે. સોનાનો ભાવ 0.26 ટકા કે 5.3 ડોલર વધી 2074 ડોલર પ્રતિ ઔંસ પર છે. તો ચાંદી 0.23 ટકા કે 0.057 ડોલર વધી 24.62 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. સોના અને ચાંદીના રેટમાં તેજી અમેરિકી ફેડના વ્યાજદર ઘટાડવાના સંકેત બાદ જોવા મળી છે. ત્યારબાદથી સોના અને ચાંદી બંને ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યાં છે.


વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
વાયદા બજારમાં સોના અને ચાંદી બંને મજબૂત બનેલા છે. 24 કેરેટ સોનાનો 5 ફેબ્રુઆરી 2024નો કોન્ટ્રાક્ટ 63161 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. તો ચાંદી 5 માર્ચ 2024નો કોન્ટ્રાક્ટ 0.24 ટકાના વધારા સાથે 75570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજીનું કારણ મજબૂત પોઝીશન બનવી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube