હિરોઈન બનાવવાની લાલચ સગીરાને ભારે પડી! દેહ વ્યાપારમાં ધકેલાઈ, આ રીતે ભાંડો ફૂટ્યો

અમદાવાદની વટવા પોલીસની કસ્ટડી દેખાય રહેલ મહિલા આરોપીના નામ અફસાના બાનુ શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીના બાનુ શેખ છે. આ ત્રણેય મહિલા આરોપીઓની દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

હિરોઈન બનાવવાની લાલચ સગીરાને ભારે પડી! દેહ વ્યાપારમાં ધકેલાઈ, આ રીતે ભાંડો ફૂટ્યો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં સુંદર સગીરાને મોડલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વટવા પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી છે. સુંદર 16 વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહવ્યાપારમાં ધકેલાય હતી. રેકેટમાં અન્ય યુવતીઓ ફસાઈ હોવાની દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

Add Zee News as a Preferred Source

અમદાવાદની વટવા પોલીસની કસ્ટડી દેખાય રહેલ મહિલા આરોપીના નામ અફસાના બાનુ શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીના બાનુ શેખ છે. આ ત્રણેય મહિલા આરોપીઓની દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા આરોપીઓએ એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી અને ત્યારબાદ દેહ વેપાર ધકેલી દીધી હતી. 

આ આખી ઘટનાની વાત કરીએ તો 10 ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસ વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું છે. આ રેકેટમાં અફસાના બાનું સાથે દાણીલીમડા સિરીનાબાનુ શેખ અને રિલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. મહિલા આરોપીઓ સુંદર સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવીને અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. વટવા પોલીસે સગીરાને આરોપી મહિલા ઝરીના ઘરેથી સગીરાને સલામત છોડાવી ત્રણેય મહિલા આરોપીની ધરપકડ કરી છે.

વટવા પોલીસની તપાસમાં સામે આવ્યું કે સુંદર સગીરાઓ પાસે છેલ્લા 3 મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુ એ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમાં સિરિયલ લાઈનમાં લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન કોરેક્ષ પીવડાવી નશામાં રાખતા હતા. 

આ સગીરા મહિલા આરોપીથી કંટાળીને 22 જુલાઈના રોજ પોતાના વતન નાસી ગઈ હતી. મહિલા આરોપીએ સગીરાની અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી હતી. સગીરા 8 ઓગસ્ટના રોજ પોતાના ઘરે અમદાવાદ આવી હતી અને 10 ઓગસ્ટનાં રોજ ફરીથી ઘરે નીકળી ગઈ હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે પકડાયેલ મહિલા આરોપીમાં દેહ વેપારમાં છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલ છે.

વટવા પોલીસને શંકા છે કે અનેક સુંદર યુવતીઓ અને સગીરાને આ રીતે લાલચ આપી દેહ વ્યાપાર ધકેલવા અને તેમને વેચી દેવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જેથી મહિલાઓના મોબાઈલ નંબર અને તેમની સાથે સંડોવાયેલા લોકોને પૂછતાછ શરૂ કરી છે. જેથી મહિલા આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહ્યા છે. મુખ્ય આરોપી અફસાના બાનુ બે વખત કોર્પોરેટર તરીકે અપક્ષમાંથી ચૂંટણી લડી ચૂકી છે. ત્યારે આ સેક્સ રેકટના મૂળ ક્યાં સુધી નીકળે છે એ જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news