નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી અને રૂપિયામાં ઘટાડાને કારણે સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે મોટો વધારો જોવા મળ્યો છે. દિલ્હી સોની બજારમાં મંગળવારે સોનું 552 રૂપિયા વધીને 50518 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. તેના પાછલા કારોબારી સત્રમાં સોનું 49966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીના ભાવમાં 1000 રૂપિયાની તેજી
સોનાનો રેટ છેલ્લા એક વર્ષમાં ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આ રીતે મંગળવારે ચાંદી 1012 રૂપિયાના વધારા સાથે 64415 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારી સત્રમાં ચાંદી 63406 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વિદેશી મુદ્રા વિનિયમ બજારમાં ડોલરના મુલાબલે રૂપિયાના મૂલ્ય 31 પૈસાના ઘટાડા સાથે 74.86 રૂપિયા પ્રતિ ડોલર રહી ગયું છે. 


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ- રૂપિયામાં ઘટાડાની સાથે ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેન્જ કોમેક્સમાં સોનાની તેજીને અનુરૂપ દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 552 રૂપિયાનો વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું તેજીની સાથે 1910 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. ચાંદી પણ તેજીની સાથે 24.12 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. પટેલે કહ્યું- કોમેક્સમાં સોનાની હાજર કિંમત આશરે 1910 ડોલર પ્રતિ ઔંસ હતી, જેથી સોનાની કિંમતને મજબૂતી મળી છે. 


આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન વિવાદથી શેરબજારમાં ઉથલપાથલ, પરંતુ આ શેરએ આજે પણ કરાવ્યો ફાયદો


આ રીતે સોનાની પ્યોરિટીની કરો તપાસ
- 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
- 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
- 21 કેરેટ સોના પર 875 લખેલું હશે.
- 18 કેરેટ સોના પર 750 લખેલું હોય છે.
- 14 કેરેટ જ્વેલરી પર 585 લખેલું હોય છે. 


આ રીતે જાણો સોના-ચાંદીના ભાવ
જો તમે પણ સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો ભાવ જરૂર ચેક કરો. રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસી સોનાની કિંમત જાણી શકો છો. તે માટે તમારે મોબાઇલ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ તમારા ફોન પર લેટેસ્ટ રેટનો મેસેજ આવી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube